રાજ્યમાં મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી થઇ છે,લોકો વરસાદનો આનંદ ઉઠાવી રહ્યા છે, ત્યારે અનેક જગ્યાએ ભારે વરસાદથી નુકશાનના સમાચાર સામે આવી રહ્યા છે, મોરબીના હળવદ તાલુકાના સુંદરીભવાની ગામમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે દીવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ૩ લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. જેમા બે સગાભાઈ તેમ જ પરિવારની એક મહિલા છે. આ ઘટનાથી વરસાદની ખુશીની વચ્ચે શોકનો માહોલ છવાઈ ગયો છે.
ઘટનાની જોણ થતા ગામના લોકો જમા થઈ ગયા હતા અને પરિવારની મદદ કરી હતી. ઘટના અંગે તંત્રને જોણ કરવામાં આવી હતી. તંત્રને જોણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઇ હતી. ગ્રામજનોની મદદથી દટાયેલા લોકોને બહાર કઢાયા હતા અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે તબીબોએ તેઓને મૃત જોહેર કર્યા હતા. આ ઘટનાના પગલે સમગ્ર ગામમાં શોક માહોલ છવાઈ ગયો છે