ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકતા મોટાભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે. ત્યારે મોરબી પંથકમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. મોરબીના મચ્છુ ૩ ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં ૧૩,૪૨૫ ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે દરવાજા પાંચ ફૂટ ખોલાતાં ૧૩,૪૨૫ ક્યુસેક પાણીની જાવક થઈ છે. મોરબી અને માળિયા તાલુકાના ૨૧ ગામને એલર્ટ કરાયા છે. ગ્રામજનોને નદી પટમાં અવર જવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મચ્છુ ત્રણ ડેમમાં પાણીની આવક થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.ત્યારે મોરબીના ગોર ખીજડીયા, વનાળિયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જૂના સાદુલકા, રવાપર નદી, ગુંગણ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડાને એલર્ટ કરાયા છે.તો માળિયાના દેરાળા, મેઘપર,નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળીયા મિયાણા,હરિપર અને ફતેપર ગામોને પણ સતર્ક રહેવા જણાવાયું છે.