ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં મોટી માત્રામાં ડ્રગ્સ પકડાઇ રહ્યું છે અને હજુપણ ડ્રગ્સ પકડાઇ રહ્યો છે જે ચિંતાજનક બાબાત છે ,હાલ ગજરાતમાં ડ્રગ્સ પકડાઇ રહ્યું છે તે ટોક ઓફ ધ કંટ્રી બન્યું છે, મહારાષ્ટ્રના એનસીપી નેતા નવાબ મલિકે પણ ગુજરાતના ડ્‌ર્ગ્સ મામલે ગંભીર આરોપ લગાવ્યા હતા. મોરબીના ઝીંઝુવડામાંથી મસમોટો જથ્થો ઝડપાયો છે.એટીએસએ દરોડા પાડીને ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે.
મોરબીના ઝીંઝુડામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો છે. એટીએસએ દરોડા પાડતાં ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવ્યો હતો. એટીએસએ બે મકાનમાં દરોડા પાડતાં ૧૨૦ કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો,કરોડો રૂપિયાનો જથ્થો પકડવામાં એટીએસને મોટી સફળતા સાંપડી છે. ૧૨૦ કિલોની કિમત કરોડો રુપિયા છે.
સૌરાષ્ટ્રમાં હાલ ડ્રગ્સ વેપલો ખુબ વધી ગયો છે જેના અંતર્ગત રાજ્યની પોલીસ હરકતમાં આવી છે અને ડ્રગ્સના કારોબારીને પકડવા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે ,જેમાં પોલીસની સફળતા સાંપડી છે.સૌરાષ્ટ્ર પંથકમાં ડ્રગ્સ માફિયાને રોકવા પોલીસ હાલ સફળ થઇ છે. અગાઉ પણ દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સ પકડાયું હતું.ડ્રગ્સ સાથે ૪ લોકોની અટકાયત પણ કરવામાં હતી.
ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર ખુબ વધ્યો છે. ડ્રગ્સ માફિયાઓ રાજ્યમાં ગુજરાતના યુનાધનને બરબાદ કરી રહ્યા છે ત્યારે ડ્રગ્સને માફીયાઓ સામે પોલીસ એકશનમાં આવી ગઇ છે અન ડ્રગ્સ મામલે મોટા દરોડા અને માફિયાઓની ધરપકડ કરી રહી છે
રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ટિવટ કરીને માહિતી આપતા ગુજરાત એટીએસને અભિનંદન આપ્યા હતા.
થોડા સમય પહેલા દ્વારકા જિલ્લામાંથી પકડાયેલા ૩૧૫ કરોડના ડ્રગ્સના મામલે વધુ બે આરોપીના નામ ખુલતા કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમા બે દિવસ પહેલા એક મહારાષ્ટ્રીયન યુવક સેજોદ ઘોસી પાસેથી ૧૭ કિલો ૬૫૧ ગ્રામ ડ્રગ્સ ઝડપાતા હરકતમાં ર્જીંય્ હરકતમાં આવી હતી.એસઓજી દ્વારા ડ્રગ્સ સપ્લાયર સલાયાના કારા બન્ધુ સલીમ કારા અને અલી કારાને ઝડપી તેમની પાસેથી ૪૭ કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. રૂપિયા ૩૧૫ કરોડનો જંગી ડ્રગ્સનો જથ્થો ઝડપી તમામ ત્રણેય આરોપીઓના ૯ દિવસના રિમાન્ડ મળ્યા હતા.