ધારી તાલુકાની મોરઝર મંડળીએ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. સહકારી પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ અને પારદર્શક વહીવટને પરિણામે મોરઝર મંડળીએ તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેના બદલ સંસ્થાને રૂ. ૧ લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી છે. આ સફળતા પાછળ પ્રમુખ રમણીકભાઇ ભેસાણિયાના માર્ગદર્શન અને મંત્રી નૈમિષભાઈ વિરડીયાની વહીવટી કુશળતાનો મુખ્ય ફાળો રહ્યો છે








































