અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામના ધારાબેન રાહુલભાઈ પટેલનો એપલ કંપનીનો આઈફોન ૧૩ પ્રો મોબાઈલ કિં.રૂ. પ૦ હજારની કોઈ ઈસમ ચોરી કરીને ફરાર થઈ જતા તેમણે આ અંગે ઈ- એફઆઈઆર નોંધાવી હતી. જેના આધારે લીલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બાતમી આધારે બે શકમંદ ઈસમોને ટેકનીકલ અને હ્યુમન સોર્સના આધારે ઝડપી અને ચોરીમાં ગયેલ મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી ચેતનભાઈ પ્રકાશભાઈ રાઠોડ રહે.મુંબઈ હાલ રોકડીયાપરા અને આશીષભાઈ ઉર્ફે નાનો રાજેશભાઈ થળેસા રહે. અમરેલી રોકડીયાપરા પ્રા.શાળા પાસે બંને વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં
આવી હતી.