મુલુંડમાં ૨૪ કલાકમાં હત્યાના બે કેસ નોંધાયા હતા. મોબાઈલ ફોન ચોરી કરવાની શંકાથી ૨૮ વર્ષીય યુવકની ઢોર મારી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં પાલિકામાં કોન્ટ્રેકટર પર કામ કરતા ચાર જણની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે અગાઉની દુશ્મનાવટને કારણે રીઢા ગુનેગારની ગળું ચીરીને કરનારા બે જણને પોલીસે તાબામાં લીધા છે. આ ગુનામાં સંડાવાયેલા અન્ય ચાર આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે.
મુલુંડના સોનાપુર સિગ્નલ પાસે રફીક (ઉ.વ.૨૮) રહેતો હતો તે વહેલી સવારે આરોપીના વિસ્તારમાં ગયો હતો ત્યારે રફીક મોબાઈલ ફોન ચોરી કરવા આવ્યો હોવાની આરોપીને શંકા ગઈ હતી. આરોપી સંતોષકુમાર, સુનીલકુમાર, કપિલ, સહાનીએ રફીકની મારપીટ કરી હતી તેના પર બાંબુથી હુમલો કર્યો હતો. પોલીસે ઈજોગ્રસ્ત રફીકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. પણ તેનું મોત નિપજયું હતું. પોલીસે હત્યાનો કેસ નોંધી ચાર આરોપીને પકડયા હતા તેઓ પાલિકામાં કોન્ટ્રેકટ પર કામ કરતા હોવાનું જોણવા મળ્યું છે.
આ ઉપરાંત મુલુંડમાં રામગઢ પાસે રીઢો ગુનેગાર નિલેશ સાળવી (ઉ.વ.૨૮) તેના સાથીદારના જન્મદિવસની ઉજવણી કરતો હતો. બાદમાં નિલેશ દારૂ લેવા ગયો હતો તે સમયે આરોપી એ ગળું ચીરીની હત્યા કરી હતી. પોલીસે ૬ આરોપી સામે કેસ નોંધી બે જણને તાબામાં લીધા હતા.