આજકાલ બાળકો ફ્રી ફાયર તથા પબજી જેવી મોબાઈલ ગેમના દિવાના બની ગયા છે, ગેમ રમવામાં તેઓ એટલા મશગુલ થઈ જોય છે કે તેમના આસપાસ શું બની રહ્યું છે તેની પણ તેઓને જોણ હોતી નથી, અનેક કિસ્સાઓમાં આ પબજી મોતનું કારણ પણ બન્યું છે, આવી કેટલીક ઘટના આપણે સાંભળી હશે, ત્યારે આવી જ એક બીજી ઘટના બની છે મનથુરામાં બની છે. જેમાં પબજી રમવાના ચક્કરમાં સ્કૂલમાં ભણતા બે બાળકો ટ્રેન નીચે કચડાઈ ગયાની એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. આ બંને બાળકો સવારે રેલવે ટ્રેક પર ચાલતા-ચાલતા ગેમ રમી રહ્યા હતા. તે વખતે ટ્રેક પર માલગાડી આવી ચઢી હતી, જેણે બંનેને અડફેટે લેતા તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ ઘટનામાં એક મોબાઈલ ફોન
ટ્રેન નીચે આવી તૂટી ગયો હતો, જ્યારે બીજો ફોન પોલીસમળતી માહિતી અનુસાર, શનિવારે સવારે મથુરાના થાના જમુનાપાર વિસ્તારમાં મથુરા-કાસગંજ રેલ્વે ટ્રેક પર લક્ષ્મીનગર નજીક ટ્રેનની અડફેટે આવતાં એક કિશોર સહિત બેનાં મોત નિપજ્યા હતાં. પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.જો કે મહત્વની વાત એ હતી કે આ બન્ને કિશોરોના કાનમાં ઈયરફોન લગાવેલા હતા અને મોબાઈલમાં પબજી ચાલતી જોવા મળી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે બંને મોબાઈલ ગેમ રમતી વખતે આ અકસ્માતનો ભોગ બન્યા છે.
આ ઘટનાનો હજુ સુધી કોઈ સાક્ષી પોલીસને નથી મળી આવ્યો. શનિવારે સવારે સાત વાગ્યાની આસપાસ પોલીસને રેલવે ટ્રેક પર બે મૃતદેહ પડ્યા હોવાનો મેસેજ મળ્યા બાદ આ ઘટના અંગે જોણ થઈ હતી. મૃતક ગૌરવના પિતા દૂધનો વ્યવસાય કરે છે. તેમણે જણાવ્યું હતું કે તેમને હજુય એ વાત માન્યામાં નથી આવતી કે તેમનો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો. ગૌરવે તે દિવસે મો‹નગ વોક પર જવાનું નક્કી કર્યું હતું. જેના માટે તેણે પોતાને વહેલા ઉઠાડવા માટે પણ કહ્યું હતું.
ગૌરવ સવારે સવા પાંચ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયો હતો. તેણે પોતાના પિતાનો ફોન પણ સાથે લીધો હતો. તે પહેલીવાર મો‹નગ વોક પર ગયો હતો, અને તેના પિતા ઈચ્છતા હતા કે તે રોજ સવારે ચાલવા જોય, પરંતુ શનિવારે તેની સાથે જે થયું તેનાથી તેનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
ઇન્સપેક્ટર-ઇન-ચાર્જ જમુનાપરે આપેલી સમગ્ર ઘટનાની જોણ પ્રમાણે લગભગ આજે સવારે ૭ વાગે માહિતી મળતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતકો પાસે મળી આવેલા મોબાઈલ પરથી તેમની ઓળખ પણ કરવામાં આવી હતી.પબ્જી રમતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મોત થયું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.