(એ.આર.એલ),મોરબી,તા.૮
મોરબીના ઘુંટુ ગામે મોબાઇલમાં મશગુલ યુવતીને પિતાએ ઠપકો આપ્યો હતો પિતાના ઠપકાથી માઠુ લાગી આવતા પુત્રીએ એસિડ પી આપઘાત કરી લીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતી સોનલબેન માવજીભાઈ ફાંગલીયા નામની ૧૮ વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે રાત્રના સમયે એસિડ પી લીધું હતું.યુવતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં યુવતીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન યુવતીએ હોસ્પટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે ખાનગી હોÂસ્પટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પટલ ખાતે દોડી ગયો હતો અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પટલ ખાતે ખસેડ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં મૃતક સોનલબેન ફાંગલીયા એકના એક ભાઈની એકની એક મોટી બહેન હતી અને મોબાઇલમાં મશગુલ રહેતી પુત્રી સોનલ ફાંગલીયાને પિતા માવજીભાઈએ ઠપકો આપતા આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.