કોડીનાર, તા.૧૪
ભાવનગરમાં રહેતા શિલ્પકાર નિતીનભાઈ પ્રેમજીભાઈ પરમારનો રેડમી નોટ ૧૩ પ્રો. મોબાઈલ ગુમ થયો હતો. જે બાબતે કોડીનાર પોલીસ સ્ટેશનમાં અરજી આપતા આ અરજીના કામે ટાઉન બીટના પોલીસ કોન્સ્ટેબલ ભીખુશા બચુશા જુણેજા નાઓએ તાત્કાલીક અસરથી અરજદારનો કિંમતી મોબાઈલ શોધી આપ્યો હતો. જેથી શિલ્પકાર નિતીનભાઈ પ્રેમજીભાઈ પરમારે કોડીનાર પોલીસ સ્ટાફના ભીખુશાનું સન્માન કરવા આબેહૂબ ચિત્રકલાથી ફોટો ફ્રેમ બનાવી આપ્યો હતો.