આજના બાળકો મોબાઇલમાં સક્રીય રહે છે અને તેમાં ગેમ રમતા હોય છે જેના લીધે તે ઉગ્ર અને જીદ્દી સ્વભાવવાળા બની જાય છે ,આના લીધે ક્યારે અકલ્પીય ઘટના બની જતી હોય છે.ખેડામાં પણ મોબાઇલ ગેમ રમવાને મામલે પિતરાઇ ભાઇએ પોતાના ભાઇની હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી છે.
મોબાઈલમાં ખોવાયેલા રહેતા બાળકોના માતાપિતા માટે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખેડામાં મોબાઈલ ગેમ રવાને લઈને ભાઈએ ભાઈની હત્યા કરી છે. એટલુ જ નહિ, ૧૧ વર્ષના કિશોરની હત્યા કરીને સગીર ભાઈએ તેની લાશ કૂવામાં ફેંકી દીધી હતી. ખેડા જિલ્લાના ગોબલેજ ગામની આ ઘટના છે. એક પરિવારે પોતાના ૧૧ વર્ષના દીકરાના મીસિંગની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. કિશોર બે દિવસથી ગુમ હતો, અને ક્યાંય મળતો ન હતો. મૃતક બાળકની પરિવારજનોએ શોધખોળ કરતા ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. ત્યારે ભારે શોધખોળ બાદ બે દિવસ બાદ પોલીસને એક કૂવામાંથી સગીર બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે વધુ તપાસ કરતા કિશોરની હત્યાનો ભેદ ખૂલ્યો હતો. પિતરાઈ મોટા ભાઈએ નાના ભાઈને માથાના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.
મોબાઈલમાં ગેમ રમવાના વારાને લઈ મનદુઃખ થતા ૧૭ વર્ષીય મોટા ભાઈએ ૧૧ વર્ષના નાના ભાઈની હત્યા કરી હતી. સગીર ભાઈએ નાના ભાઈને માથામાં પથ્થર માર્યો હતો. તેના બાદ બેભાન અવસ્થામાં હાથ પગ બાંધી ઘર નજીકમાં આવેલ કૂવામાં ફેંકી દીધો હતો.
ખેડા ટાઉન પોલીસે સગીર યુવક સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાકે, બાળકને મોબાઇલમાં ગેમ રમતા માટે મોબાઈલ આપતા માતાપિતા આ ચેતવણીરૂપ કિસ્સો છે. એકસાથે નોકરી કરતા માતાપિતા બાળકો પર ખાસ ધ્યાન આપી શક્તા નથી, જેને કારણે એકલા રહેતા સંતાનો સ્વભાવે જિદ્દી અને ઉગ્ર બની જાય છે. તેમાં પણ મોબાઈલને કારણે નવી જનરેશનનું બાળપણ છીનવાઈ રહ્યું છે