વિશ્વ આજે મુઠ્ઠીમાં કેદ થઇ ગયુ છે. માનો કે ના માનો માતા – પિતાને બાળકો કરતા વધારે સમય મોબાઇલના સોશ્યલ પ્લેટફોર્મ ઉપર વધુ રસ છે. માણસોને માનવ વસ્તી, માનવજાત, મિત્રો, સગા – સબંધીઓ, બાળકો, પરિવાર સાથે બેસીને વાતો કરવામાં રસ નથી. આપણે ડિજિટલ ક્રાન્તિમાંથી અપડેટ થઇને વ્યવસાયીક કે જ્ઞાનમાં વધારો થઇ શકે એટલા પુરતો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવાના બદલે બધુ જ ભુલીને માનવજાત આજે સોશ્યલ મીડિયાના શરણે પડી ગઇ છે. જેમાંથી અનેક સામાજીક સમસ્યાઓ પણ ઉભી થતી જાય છે. પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ કરનાર જનતા આજે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતી થઇ છે. સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા ઉપર પ્રશ્નો આવીને ઉભા રહ્યા છે. ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ સારા માટે કરીએ એ ખુબ જરૂરી છે. વિજ્ઞાનની શોધખોળ માનવજાતના કલ્યાણ અને વિકાસ માટે છે. ખેતી ક્ષેત્રે નવા – નવા સંશોધનો અને માહિતીના આધારે ખેતીમાં આમુલ પરિવર્તન જાવા મળે છે. આજે વૈજ્ઞાનિક અભિગમ સ્વીકારે તેના માટે ખેતી આધુનિક વ્યવસાય છે. જયારે ચિલાચાલુ ખેતી કરતા ખેડૂતો માટે ખેતી જીવન નિર્વાહ બની રહેશે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેતીલક્ષી માહિતી, માર્ગદર્શન, તાલીમ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્ન કરી રહેલ છે જેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. મોબાઇલના માધ્યમથી નવી – નવી એપ્લીકેશનો આવી રહી છે. એવી જ એક સારી એપ્લીકેશન જા ખેડૂતો પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરે તો આંગળીના ટેરવે તમામ માહિતી મળતી થઇ જશે.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામનો તરવરીયો ખેડૂત પુત્ર આશીષ ભીખુભાઇ જાધાણી અભ્યાસ બી.બી.એ. ઉંમર ૩પ વર્ષ આજે ભણીને પણ ખેતી કામ કરે છે. આશીષ વટભેર કહે છે. બધા ક્ષેત્રમાં તેજી – મંદી તો આવે જ પણ ખેતીનો વ્યવસાય હંમેશા ચાલશે જ આથી ખેડૂતો માટે ખેતીમાં મુંઝવતા વિવિધ પ્રશ્નો બાબતે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપી શકાય તે હેતુથી ડેવલપર્સ ટીમ સાથે મળીને “અન્નદાતા” એપ્લીકેશન બનાવી છે. ખેડૂતોને ખેતી સાથેના રોજબરોજના કામકાજાની માહિતી જેવી કે (૧) બજાર ભાવ. આ એપ્લીકેશન ઉપર રાજ્યના પપ થી ૬૦ માર્કેટીંગ યાર્ડના ભાવ બપોરના બે વાગ્યા પહેલા અપલોડ કરવામાં આવે છે. જયારે આ જ માહિતી અખબારોમાં બીજા દિવસે આવતી હોય છે. (ર) હવામાન – ખેડૂતોને ખેતીમાં સૌથી અગત્યનું હોય તો તે હવામાન છે. સાત – દિવસની વેધર એનાલીસીસ માહિતી આપવામાં આવે છે. (૩) વાવેતરના પાકોની સ્ટેજ પ્રમાણે માહિતી. (૪) નજીકમાં આવેલા એગ્રો સ્ટોર્સની માહિતી. (પ) ખેતીમાં ઉપયોગી ભાડાના સાધનો જેવા કે ટ્રેકટર, રોટાવેટર, જે.સી.બી. જેવા સાધનોની માહિતી, સંપર્ક. (૬) ખેતીના વિવિધ પાકોમાં આવતા રોગ – જીવાતના રક્ષણ સામે વૈજ્ઞાનિક માહિતી. (૭) જુના ખેત ઓજાર અને પશુ લે – વેચની માહિતી પણ ખેડૂતો પોતાની જાતે આ પ્લેટફોર્મ ઉપર મૂકીને ખરીદી, વેચાણ કરી શકે છે. (૮) વીજપાવર સપ્લાય અને ફોલ્ટની માહિતી આપવા માટે ફંકશન કામ કરશે. જે માટે ઉર્જા વિભાગની મદદ માંગવામાં આવી છે. (૯) ખેતીના ખેત ઓજારો, યંત્રો અને ખેતી કામમાં ઉપયોગ આવતા વિવિધ જુગાડના વીડિયો. (૧૦) ખેડૂતોની દુકાન – આ પ્લેટફોર્મ ઉપર વિનામૂલ્યે ખેડૂત પોતાના પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ માટે મૂકી શકે છે અને લોકો ખરીદી કરી શકે છે. (૧૧) પિયત ઘડીયાળ- ખેડૂતો ડ્રીપ, સ્પ્રીંકલર કે કયારામાં પાણી આપવા હોય ત્યારે વારંવાર કયારા જાવા માટે જવું ના પડે એ માટે એલાર્મ સાથે આ સિસ્ટમ આપવામાં આવી છે. (૧ર) કોઇપણ પાક ઉતપાદનનું જથ્થાબંધ – ખરીદ વેચાણ ઘેરબેઠા, વેપારીઓ સાથે લીંક કનેકટ કરવામાં આવી છે. જેથી ખેડૂતો પોતાના ઉત્પાદનનું વેચાણ કરી શકે. (૧૩) વૈજ્ઞાનિક સલાહ, કોઇ પણ પાકના વાવેતરથી લઇને રોગ – જીવાત નિયંત્રણ માટે મેસેજના માધ્યમથી વ્યક્તિગત સલાહ મળી શકે છે. આ ખેડૂતો માટે સૌથી ઉત્તમ માધ્યમ બની શકે છે. (૧૪) રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ ખેડૂતો, પશુપાલકો માટેની સહાયની કલ્યાણકારી યોજનાઓની માહિતી. (૧પ) ખેતી ખર્ચનો હિસાબ – જમીનના ખેડાણથી લઇને વેચાણ સુધીના તમારા રોજબરોજના ખર્ચાઓ નોટબુકમાં લખવાના બદલે આ હિસાબના ફંકશનમાં રાખી શકાય છે. જેમાં મજૂરોના હિસાબ, ખાતર, દવા, બિયારણ જેવા ખર્ચાઓ. આમ જયારે ખેડૂતો હિસાબ વગર ખેતી કરે છે ત્યારે આધુનિક ખેતી હિસાબ સાથે થાય તો તેમાં ખેતી ખર્ચનો અંદાજ આવી શકે. આ અન્નદાતા એપ ઉપર પ૦,૦૦૦થી વધારે ખેડૂતો જાડાઈ ગયા છે. ત્યારે આધુનિક ખેતી કરતા ખેડૂત મિત્રોએ ગુગલ પ્લે સ્ટોર ઉપર જઇને અન્નદાતા, એપ્લીકેશન ડાઉનલોડ કરવી રહી. આશિષ જાધાણીનો સંપર્ક નં. ૮ર૦૦પ૧૪૩૧૪ છે.