કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધીજી પર કરવામાં આવેલા ખોટા કેસ વિરૂદ્ધ કાર્યક્રમ અંગેની વિગત આપતી રાજીવ ગાંધી ભવન ખાતે યોજોયેલ વિશેષ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સીબીઆઈ, ઈડી સહિતની કેન્દ્રીય સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી જનતાના અવાજને – વિપક્ષના અવાજને દબાવવાનો નિષ્ફળ – નિરર્થક પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે. કોંગ્રેસ કાર્યકર – નેતા, આગેવાનોને દબાવવાનો, ડરાવવાનો, બદનામ કરવાનો અને મુશ્કેલીમાં મુકવાથી કોંગ્રેસ પક્ષનો કાર્યકર ભાંગી પડશે તે ભુલ ભરેલુ છે. અમદાવાદ, મેમનગર ઈડી ઓફિસની સામે સોમવારે સવારે ૧૦-૦૦ કલાકે કોંગ્રેસ પક્ષ દેખાવો – ધરણા પ્રદર્શન કરશે. “સત્ય માટે લડતા હતા સત્ય માટે લડતા રહીશું” અને અસત્ય સામેની લડાઈમાં જીત મેળવશે.
તેમણે કહ્યું હતું કે મોટેરા સ્ટેડિયમનું જેના નામે પ્રખ્યાત બન્યું તેવા ગુજરાતના પનોતા પુત્ર અખંડ ભારતના રચયતા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભુસવાનું હિનકૃત્ય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીથી મોટેરા સુધીની યાત્રાને બારડોલીમાં પોલીસ તંત્રના બળજબરી દ્વારા કાર્યકર્તા, આગેવાનોને ધરપકડ કરવામાં આવી. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી અનંત પટેલ, આનંદ ચૌધરીને પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી ત્યારે ગુજરાત સવાલ પુછે છે કે, સરદારને માત્ર ચૂંટણીલક્ષી ઉપયોગ કરતી ભાજપે મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમનું નામ કેમ બદલવામાં આવ્યું ?
પત્રકાર પરિષદને સંબોધન કરતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા શ્રી પવન ખેરાજીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રની ધરોહર એવી નેશનલ હેરાલ્ડની શરૂઆત પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, શ્રી પુરષોત્તમ ટંડન, આચાર્ય નરેન્દ્ર દેવ, શ્રી રફી મહંમદ કીડવાઈ જેવા મહાનુભાવોએ કરી હતી જેણે ભારત છોડો ચળવળમાં બ્રીટીશ શાસનને પડકાર્યો હતો. અંગ્રેજો દ્વારા નેશનલ હેરાલ્ડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ ઘટનાને વખોડતા પુજ્ય મહાત્મા ગાંધીજીએ “રાષ્ટ્રીય ચળવળ માટેની કરૂણ ઘટના” તરીકે વર્ણવ્યું હતું. સત્તા મેળવવા માટે “બદલાવની વાત” કરતી મોદી સરકાર, સત્તા મેળવ્યા બાદ “બદલાની રાજનીતિ” કરી રહી છે. વર્તમાન સમયમાં સંપાદકીય ઉત્કૃષ્ટતા છતાં નેશનલ હેરાલ્ડ નાણાંકીય તંગી અનુભવી રહ્યું હતું. આ નાણાકીય કટોકટીમાંથી ઉગરવા માટે કોંગ્રેસ પક્ષે ૨૦૦૨ થી ૨૦૧૧ દરમ્યાન ૧૦૦ હપ્તે ૯૦ કરોડની રકમ નેશનલ હેરાલ્ડના કર્મચારીઓના પગાર, સ્વેચ્છિક નિવૃત્તી, વિજળી બીલ, વેરો સહિતની ચૂકવણી માટે આપ્યા હતા. ભાજપ અને તેના મળતીયાઓ નેશનલ હેરાલ્ડને આપેલા ૯૦ કરોડની લોન આપવાની બાબતને ગુન્હો ગણાવે છે પરંતુ ભારતના ચૂંટણી પંચે આ બાબતમાં કોઈપણ પ્રકારનો ગુન્હાહિત વાત ન હોવાનું જણાવ્યું હતું. ભાજપ દ્વારા કરવામાં આવતા આક્ષેપો વાહિયાત અને બદઈરાદા પૂર્ણ છે. શ્રીમતિ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષના નેતૃત્વનો સ્પષ્ટ આશય એ હતો કે, ઐતિહાસીક વિરાસત ધરાવતું, આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનાર “નેશનલ હેરાલ્ડ” નું જતન કરવામાં આવે. પક્ષના મુલ્યોનો તે પ્રસાર કરે છે. જે અમારા આદર્શો અને સિધ્ધાંતોને વાચા આપવાનું કામ કરે છે. આ સત્ય માટેની લડાઈ છે સત્યનો હંમેશા વિજય થાય છે અને આ વખતે પણ આદરણીય રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ આ અગ્નિ પરીક્ષામાંથી વદારે ઉજવળ બનીને બહાર આવશે.