મોદી સરકાર બદલાવના નિર્ણય લેવામાં જાણીતી છે ફરી એકવાર એગ્રી કોમોડિટી વાયદા પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કોમોડિટી વાયદા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના પગલે હવે ખેડૂતોને નુકશાન થશે પરતું જનતો રાહત મળશે, આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે ખેડૂતોના નવા પાકોની આવકનો સમય છે.
કોમોડિટી વાયદા પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લાદ્યો છે. ચોખા, ઘંઉ, ચણા, રાયડા પર પ્રતિબંધ મૂકાયો છે ,આ ઉપરાંત સોયાબીન, સોયાતેસ, સોયાગોળ,પર પણ રોક લગાવવામાં આવી છે આ સાથે પામતેલ,મગ વાયદા પર પણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધથી પ્રજાને રાહત મળશે. હાલમાં જે પ્રમાણે ખાઘતેલના ભાવ આસમાને પહોચ્યા હતા તે નિયંત્રણમાં આવી જશે. જેના લીધે ગ્રાહકોને રાહત મળશે.