વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના ૧૦૦ દિવસ પૂર્ણ થયા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન અશ્વઈની વૈષ્ણવે એક પુસ્તીકા લોન્ચ કરી અને સરકારની સિદ્ધિઓની ગણતરી કરી. અમિત શાહે કહ્યું કે આજે વડાપ્રધાન મોદીજીનો જન્મદિવસે દેશભરમાં ઘણી સંસ્થાઓએ તેમના જન્મદિવસને સેવા પખવાડા તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ૧૭મી સપ્ટેમ્બરથી ૨જી ઓક્ટોબર સુધીના ૧૫ દિવસ સુધી અમારા જેવા અનેક કાર્યકરો દેશભરમાં જરૂરિયાતમંદોની સેવામાં રોકાયેલા રહેશે.
તેમણે કહ્યું કે મોદીજીનો જન્મ એક નાનકડા ગામના ગરીબ પરિવારમાં થયો હતો અને તેઓ વિશ્વના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન બન્યા હતા. છેલ્લા ૧૦ વર્ષમાં દુનિયાના ૧૫ અલગ-અલગ દેશોએ મોદીજીને તેમના દેશના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. આનાથી માત્ર વડાપ્રધાનનું જ નહીં પરંતુ દેશનું પણ ગૌરવ વધ્યું છે. ૬૦ વર્ષ પછી પહેલીવાર દેશમાં રાજકીય સ્થીરતાનું વાતાવરણ છે અને આપણે નીતિઓની સાતત્યતાનો પણ અનુભવ કર્યો છે. ૧૦ વર્ષ સુધી નીતિઓની દિશા, નીતિઓની ગતિ અને નીતિઓના સચોટ અમલીકરણને જાળવી રાખ્યા પછી ૧૧મા વર્ષમાં પ્રવેશવું ખૂબ મુશ્કેલ છે.
સરકારની સિદ્ધિઓ ગણાવતા તેમણે કહ્યું હતું કે લગભગ ૧૫ લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ૧૦૦ દિવસમાં શરૂ, સરકારે ૧૦૦ દિવસને ૧૪ પિલરમાં વિભાજિત કર્યા,૧૦૦ દિવસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૩ લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની જાહેરાત, તેના પર પણ કામ શરૂ થયું,,મહારાષ્ટÙના વઢવાણમાં ૭૬ હજાર કરોડના ખર્ચે મેગા પોર્ટ બનાવવાની જાહેરાત પહેલા જ દિવસથી વિશ્વના ટોચના ૧૦ મોટા બંદરોમાં સામેલ થશે.,૪૯ હજાર કરોડના ખર્ચે ૨૫ હજાર ગામોને પાકા રસ્તાઓથી જાડવાની યોજનાનો પ્રારંભ, ૧૦૦ની વસ્તીવાળા ગામોને જાડશે.,૫૦,૬૦૦ કરોડના ખર્ચે ભારતના મુખ્ય રસ્તાઓનું વિસ્તરણ કરવાનો નિર્ણય,વારાણસીમાં લાલ બહાદુર શા†ી ઈન્ટરનેશનલ એરપોર્ટ, પશ્ચિમ બંગાળમાં બાગડોગરા, બિહારમાં બિહતા એરપોર્ટ અને અગાટી અને મિનિકોયમાં નવી એરસ્ટ્રીપ્સનું નિર્માણ કરીને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો.,બેંગલુરુ મેટ્રો, પુણે મેટ્રો, થાણે ઈÂન્ટગ્રેટેડ રિંગ મેટ્રો અને અન્ય ઘણા મેટ્રો પ્રોજેક્ટ્સ પર પણ કામ આગળ વધ્યું.કૃષિ ક્ષેત્રે પીએમ કિસાન સન્માન યોજનાના ૧૭મા હપ્તામાં ૯.૫ કરોડ ખેડૂતોને ૨૦ હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ૧૨ કરોડ ૩૩ લાખ ખેડૂતોને કુલ ૩ લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.,બાસમતી ચોખાની લઘુત્તમ નિકાસ કિંમત દૂર કરી, ડુંગળી પરની નિકાસ જકાત ૪૦% થી ઘટાડીને ૨૦% કરી, એગ્રી શ્યોર નામનું નવું ફંડ પણ શરૂ કરવામાં આવ્યું.,મધ્યમ વર્ગને ઘણી રાહતો, હવે ૭ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.વન રેન્ક, વન પેન્શન ની ત્રીજી આવૃત્તિ લાગુ કરવામાં આવી છે,પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૩ કરોડ મકાનો મંજૂર કરવામાં આવશે, શહેરી વિસ્તારોમાં એક કરોડ મકાનો અને ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ મકાનો બનાવવામાં આવશે.પીએમએ યુવાનો માટે ૨ લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી, પાંચ વર્ષમાં ૪ કરોડ ૧૦ લાખ યુવાનોને થશે ફાયદો,ટોચની કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપની તકો, ભથ્થું અને એકમતી સહાય આપવાનો નિર્ણય,,કેન્દ્ર સરકાર દ્વારા પણ હજારો નિમણૂકોની જાહેરાત કરવામાં આવી હતી.