કંપની કાયદા હેઠળ યોગ્ય પ્રક્રિયાનુ પાલન કર્યા બાદ છેલ્લાં પાંચ નાણાંકીય વર્ષોમાં ૩.૯૬ લાખથી વધુ કંપનીઓને સરકારી રેકોર્ડથી હટાવી દેવામાં આવી છે. સરકારી આંકડામાં આ વિગતો આપવામાં આવી છે.
કંપની અધિનિયમ, ૨૦૧૩ને લાગુ કરનારા કોર્પોરેટ મામલાના મંત્રાલયે ગત નાણાંકીય વર્ષમાં સરકારી રેકોર્ડમાંથી ૧૨,૮૯૨ કંપનીઓને હટાવી. જ્યારે ૨૦૧૯-૨૦માં આ સંખ્યા ૨૯૩૩ હતી. કોર્પોરેટ મામલાના રાજ્ય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ દ્વારા રાજ્યસભામાં લેખિત ઉત્તરમાં રજૂ કરેલા આંકડા જણાવે છે કે છેલ્લા પાંચ નાણાંકીય વર્ષોમાં કુલ ૩,૯૬,૫૮૫ કંપનીઓને રજીસ્ટ્રાર તરફથી હટાવવામાં આવી છે.
વર્ષ ૨૦૧૬-૧૭માં કુલ ૭૯૪૩ કંપનીઓને રજીસ્ટરમાંથી હટાવવામાં આવી છે. જ્યારે ૨૦૧૭-૧૮માં આ સંખ્યા ૨,૩૪,૩૭૧ અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૧,૩૮,૪૪૬ હતી. અનુપાલનમાં કમીને કારણે ઘણી કંપનીઓને બંધ કરી દેવામાં આવી. આ સવાલ પૂછતા મંત્રીએ હામાં જવાબ આપ્યો. એક અન્ય લેખિત જવાબમાં સિંહે કહ્યું કે સીએસઆર (કોર્પોરેટ સામાજિક દાયિત્વ) માળખુ ડિસ્ક્લોઝર આધારિત છે અને સીએસઆર હેઠળ આવતી કંપનીઓને વાર્ષિક આવી ગતિવિધિઓનું માળખુ એમસીએ ૨૧ રજીસ્ટ્રીમાં દાખલ કરવાનુ હોય છે.
મહારાષ્ટ્ર સરકારે ૧૨ કંપનીઓને ૫૦૫૧ કરોડ રૂપિયાના મેમોરેન્ડમ કરાર પર સહી કરાવી. રાજ્યના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈએ કહ્યું કે આ એમઓયુ દ્વારા ૯૦૦૦થી વધુ રોજગારીની તકો ઉભી થશે.