અમરેલીમાં ભાજપ આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી મોદી સરકારની ૮ વર્ષની સિદ્ધિઓને રજૂ કરી હતી. સાંસદ નારણભાઇ કાછડીયા અને સહકારી નેતા દિલીપભાઈ સંઘાણીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધાના ૧૭મા દિવસે નર્મદા બંધનો પ્રશ્ન ઉકેલાયો હતો. કોરોના કાળમાં ભારત સહિત સમગ્ર વિશ્વને વેÂક્સન પૂરી પાડવાની સૌથી મોટી સિદ્ધિ મોદી સરકારને પ્રાપ્ત થઇ છે. તેમજ કાશ્મીરમાં ૩૭૦ની કલમ અને રામ મંદિરના નિર્ણયો મોદી સરકારની અભૂતપૂર્વ સિદ્ધિ છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અશ્વિનભાઇ સાવલીયા, મનીષભાઈ સંઘાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા.