મોદી સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થતા અમરેલી ભાજપ કાર્યાલય ખાતે ગઢડાના ધારાસભ્ય સવયાનાથ જગ્યાના મહંત એવા શંભુનાથ બાપુએ પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, “નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડાપ્રધાન બન્યા બાદ જન ધન યોજનાથી શરૂ કરેલી અનેક ઉપયોગી યોજનાઓ વડે લોકોને મદદરૂપ થવા માટે ભાજપ કટિબદ્ધ બન્યું છે.” તેમણે શિક્ષણ, આરોગ્ય, ખેતી, રોડ-રસ્તા, વીજળી, પાણી તેમજ રોજગારી ક્ષેત્રે અનેક લોક ઉપયોગી કામો તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા વર્ણવી હતી. જેમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, સુરેશભાઈ માંગુકિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોદી સરકારના ૧૧ વર્ષના શાસન દરમિયાન અમરેલી જિલ્લાને મળેલી સુવિધાઓમાં બ્રોડગેજ રેલવે લાઈન, નેશનલ હાઈવે, કેન્દ્રીય વિદ્યાલયો તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ અમરેલી જિલ્લાને મળી રહ્યો છે. સાંસદે અમરેલીને નવા ઉદ્યોગ ફાળવવા માટે રેલવે એન્જિનના ડબ્બા બનાવવાની કામગીરી અમરેલીમાં કરવામાં આવે તેની પણ માંગણી કરી છે.