મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા શેખ હુસૈન વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ એફઆઇઆર નોંધવામાં આવી છે. ભાજપે શેખ હુસૈન સામે ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે એફઆઇઆર દાખલ કરી.
ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૪ (અશ્લીલ કૃત્યો અને ગીતો) અને ૫૦૪ શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન) હેઠળ ગઈકાલે રાત્રે નાગપુરના ગીટ્ટીખાદન પોલીસ સ્ટેશનમાં હુસૈન વિરુદ્ધ એફઆઇાર નોંધવામાં આવી છે. ભાજપના નેતાઓએ હુસૈન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે જો ૨૪ કલાકમાં હુસૈનની ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.
રિપોર્ટ્‌સ અનુસાર, કોંગ્રેસ નેતા હુસૈન અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષે ૧૩ જૂને એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ની ઈડી દ્વારા પૂછપરછના વિરોધમાં નાગપુરમાં ઈડી ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.