ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.વડાપ્રધાન મોદી ૨૮મી તારીખે વડોદરાના મહેમાન બનવાના છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ૨૮ ઓક્ટોબરના રોજ સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ પણ ગાયકવાડ શહેર વડોદરાની મુલાકાત લેશે. ત્યારે મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝના સ્વાગત માટે સંસ્કારી નગરી વડોદરા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. વડોદરાના વિવિધ માર્ગો ભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. કોર્પોરેશનની બિલ્ડીંગ પર લેઝર લાઈટ લગાવવામાં આવી છે. મોદી અને સ્પેનના પેડ્રો સાંચેઝના ફોટો પણ ગોઠવાયો છે. એરપોર્ટથી લક્ષ્?મીવિલાસ પેલેસ સુધીના રોડને શણગારી દેવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝનો રોડ શો યોજાશે. સાથો સાથ બંને વડાપ્રધાન એર ક્રાફટ પ્લાન્ટની એસેમ્બલી લાઈનનું પણ ઉદ્ઘાટન કરશે. એરપોર્ટથી ટાટા એર ક્રાફટ કોમ્પ્લેક્સ સુધીનો રોડ શો યોજાશે. આ રોડ ૨.૫ કિમીનો રહેશે. બંને દેશના પીએમ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે. જણાવી દઈએ કે, બંને પીએમના આગમનને લઈ શહેરને શણગારવામાં આવ્યું છે. જેને લઈ રોડ શોના રૂટ પર ૧૦ સ્થળોએ કેસરી ગેટ સાથેના તોરણો લગાવવામાં આવ્યા છે. વેલકમ અને દિવાળી શુભેચ્છાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. ૨૮ ઓક્ટોબરના રોજ બંન્ને ઁસ્ના રોડ શોને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. પાપ્ત માહિતી મુજબ શહેરના ન્યુ વીઆઇપી રોડ પર તાતા એડવાન્સ સિસ્ટમની એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે.
પીએમના પ્રવાસને લઇ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્થાનિક સુરક્ષા ટીમ સાથે રૂટનું નિરીક્ષણ કરશે અને ૪ લેયરમાં એસપીજીની ટીમ સુરક્ષા કરશે. પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાનના પ્રવાસને લઈને બે દિવસ અગાઉથી જ હાઇસિક્યુરિટી લાગુ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનની વડોદરા મુલાકાત દરમિયાન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. માર્ગો ઉપર ૧૫ સાંસ્કૃતિક મંચ પરથી ૨૦૦ જેટલા કલાકારો વિવિધ પરંપરાગત નૃત્યો થકી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવશે. મોદી ટાટા એડવાન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન કરશે.