નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમની કામ કરવાની શૈલીની ભારતનાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે તુલના કરીને પ્રશંસા કરી છે. તેમણે મોદીને એક ગતિશીલ નેતા ગણાવ્યા જે પરિણામોને પસંદ કરે છે. ખાનગી ન્યૂઝ ચેનલનાં એક કાર્યક્રમમાં તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, બન્ને વચ્ચે કોઈ સરખામણી થઈ શકે નહીં.
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની કાર્યશૈલી વિશે અવાર-નવાર ચર્ચા થાય છે. જ્યારે ચર્ચા થાય છે, ત્યારે આ પ્રશ્ન પણ ચોક્કસપણે ઉભો થાય છે કે બન્નેની કામ કરવાની શૈલી કેટલી અલગ છે. આવી જ એક ચર્ચા દરમિયાન કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એક સવાલ પૂછવામાં આવ્યો, તો તેમણે જે જવાબ આપ્યો તે જોણવા જેવો છે. મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે જે રીતે કામ કર્યું છે તેને તે વ્યક્તિ જ કહી શકે છે જેમણે બન્ને સાથે કામ કર્યુ હોય. જ્યોતિરાદિત્ય સિંધિયા એવા નેતા છે જેમણે બન્ને સાથે કામ કર્યું છે. એક ન્યૂઝ ચેનલનાં કાર્યક્રમમાં જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે નરેન્દ્ર મોદીને પરિણામલક્ષી અને ગતિશીલ નેતા ગણાવ્યા. કાર્યક્રમમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારપૂર્વક કહ્યું હતું કે, બન્ને વચ્ચે કોઈ સરખામણી થઈ શકે નહીં. જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાને વડાપ્રધાન તરીકે મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીની કાર્યશૈલીમાં તફાવત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “મારું માનવું છે કે બન્નેની સરખામણી કરવી મુશ્કેલ છે. બન્ને નેતાઓ વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે.” ઁસ્ મોદી પરિણામલક્ષી અને ગતિશીલ નિર્ણય નિર્માતા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “છેલ્લા ચાર મહિનાનો મારો અનુભવ કહે છે કે પરિણામલક્ષી ઉત્પાદકતા આધારિત સિસ્ટમ હોવી એ મારા જેવા લોકો માટે એક સુવર્ણ તક છે જેઓ બેંકિંગ પૃષ્ઠભૂમિ જેવા ક્ષેત્રમાંથી રાજકારણમાં આવ્યા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટનાં ઉચ્ચ પ્રોફાઇલ મંત્રીઓમાં એક, એવા નેતા છે જે બિન-ભાજપ પૃષ્ઠભૂમિ
ધરાવે છે. સિંધિયા, જે એક સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં નજીકનાં સાથી હતા, તેમણે મનમોહન સિંહની કેબિનેટમાં કેબિનેટ મંત્રી તરીકે કામ કર્યું છે. સિંધિયા ૨૦૨૦માં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. બાદમાં તેમને નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા અને તેઓ નાગરિક ઉડ્ડયન વિભાગ સંભાળી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી છોડવાના સવાલ પર સિંધિયાએ કહ્યું કે, કોંગ્રેસ એક એવી પાર્ટી છે જ્યાં કોઈ એન્ટ્રી કે એક્ઝિટ ઈન્ટરવ્યું લેવામાં આવતુ નથી.