ચીની રાષ્ટપતિ રશિયા પહોંચ્યા હતા ત્યારે તેમનું સ્વાગત આ પ્રકારે જાવા મળ્યું નહતું.
(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૯
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બે દિવસના પ્રવાસે રશિયા પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર તેમના સ્વાગત દરમિયાન જ જાણે રશિયાએ ચીને આડકતરી રીતે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. મોસ્કો પહોંચ્યા ત્યારે પીએમ મોદીને જેપ્રકારે મહત્વ આપવામાં આવ્યું તેનાથી ચીનના રાષ્ટપતિને પેટમાં દુખે તે સ્વાભાવિક છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બે દિવસના પ્રવાસે રશિયા પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર તેમના સ્વાગત દરમિયાન જ જાણે રશિયાએ ચીને આડકતરી રીતે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. મોસ્કો પહોંચ્યા ત્યારે પીએમ મોદીને જે પ્રકારે મહત્વ આપવામાં આવ્યું તેનાથી ચીનના રાષ્ટપતિને પેટમાં દુખે તે સ્વાભાવિક છે. પીએમ મોદી જ્યારે રશિયા પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે રશિયાના ફર્સ્ટ ડેપ્યુટી પીએમ ડેનિસ માન્ટુરોવ હાજર રહ્યા હતા. આ અગાઉ જ્યારે ચીની રાષ્ટપતિ રશિયા પહોંચ્યા હતા ત્યારે તેમનું સ્વાગત આ પ્રકારે જાવા મળ્યું નહતું. તે વખતે રશિયાએ માન્ટુરોવથી નીચલા પદના અધિકારીને જિનપિંગની આવભગત કરવા મોકલ્યા હતા.
પીએમ મોદીનું વ્યક્તગત રીતે સ્વાગત કર્યા બાદ ફર્સ્ટ ડેપ્યુટી પીએમ માન્ટુરોવ તેમને કારમાં સાથે લઈને હોટલ સુધી છોડવા પણ ગયા. આ પ્રોટોકોલ એક મજબૂત સંકેત આપે છે કે રશિયા ભારત સાથેના પોતાના સંબંધોને કેટલું મહત્વ આપે છે. આ સ્વાગત ચીની રાષ્ટપતિના ગત પ્રવાસ કરતા બિલકુલ અલગ છે, જ્યાં ચીની રાષ્ટપતિનું સ્વાગત નીચલા સ્તરના ડેપ્યુટી પીએમએ કર્યું હતું. ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદ પીએમ મોદી પહેલીવાર રશિયાના પ્રવાસે પહોંચ્યા છે.કોલ્ડવોરના સમયથી જ ભારત અને સોવિયેત સંઘના સંબંધો એકદમ મજબૂત રહ્યા છે જે બાદમાં રશિયા અસ્તત્વમાં આવ્યું ત્યાર પછી પણ ચાલુ છે. રશિયા એક સમયે ભારતનું સૌથી મોટું હથિયાર સપ્લાયર હતું. જા કે યુક્રેન સંઘર્ષે રશિયાના સૈન્ય સંસાધનોને ઓછ કર્યા છે જેના કારણે હાલના વર્ષોમાં ભારતની રશિયા પાસેથી આયાતમાં ઘટાડો થયો છે. આ સાથે જ ભારત રશિયાના સસ્તા તેલનો પ્રમુખ ખરીદાર દેશ પણ બનેલો છે. રશિયાની અર્થવ્યવસ્થામાં પણ ઓઈલનો મોટો ફાળો છે. તેણે ઉર્જા ભાગીદારીને એક નવું સ્વરૂપ આપ્યું છે. જેમાં ભારતે અબજા રૂપિયાની બચત કરી છે. જ્યારે રશિયાના યુદ્ધ કોષને પણ મજબૂત કર્યુ છે.પીએમ મોદી ત્રીજીવાર સત્તા પર આવ્યા બાદ આ રશિયાનો પહેલો દ્વિપક્ષીય પ્રવાસ છે જે ૨૦૧૯ બાદ તેમનો પહેલો પ્રવાસ પણ છે. આવામાં જ્યારે ભારત રશિયા સાથે પોતાના લાંબાગાળાના સંબંધોને પશ્ચિમી તાકાતો સાથે વધતા સુરક્ષા સહયોગ સાથે સંતુલિત કરવા ઈચ્છે છે, રશિયા દ્વારા ઉચ્ચ સ્તરનું સ્વાગત, વૈશ્વક પરિદ્રશ્યમાં પરિવર્તન છતાં એક ભાગીદાર તરીકે ભારતના સતત મહત્વને રેખાંકિત કરે છે.પીએમ મોદી મોસ્કો પહોંચ્યા બાદ રશિયન રાષ્ટપતિ વ્લાદિમિર પુતિને તેમને પોતાના આવાસ પર આમંત્રત કર્યા હતા. મોદી જેવા દરવાજે પહોંચ્યા કે પુતિને પહેલા તો તેમની સાથે હાથ મિલાવ્યો અને ત્યારબાદ ભેટી પડ્યા હતા. ત્યારબાદ પુતિન અને મોદીએ ઈલેક્ટ્રક ગોલ્ફ કાર્ટની પણ સવારી કરી. જેને પુતિને પોતે ચલાવી હતી. પુતિન આ દરમિાયન મોદીને સુંદર ગાર્ડન દેખાડતા રહ્યા.મુલાકાત દરમિયાન પીએમ મોદી અને પુતિન વચ્ચેની મિત્રતા ઝલકી રહી હતી. પુતિને મોદીને પોતાના પરમ મિત્ર પણ ગણાવ્યા. બંને નેતાઓની કેમિસ્ટ્રી જાઈને ઙભારત રશિયાના દુશ્મનો પણ ધૂંઆફૂંઆ થતા હશે. પીએમ મોદી અને રાષ્ટપતિ પુતિન વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ જા કે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સ્તરની અધિકૃત બેઠક મંગળવારે થવાની છે.