વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીનો જવાબ કોંગ્રેસ પરેડ મેદાનમાં જ આપશે.કોંગ્રેસે ૧૬ ડિસેમ્બરે દહેરાદુનમાં યોજોનાર જોહેરસભા માટે પરેડ મેદાનને પંસદ કર્યું છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોદિયાલે કહ્યું કે પરેડ મેદાન માટે પ્રશાસનને અરજી આપી મંજુરી માંગવામાં આવી છે.અહીં ચાર ડિસેમ્બરે વડાપ્રધાન મોદી રેલી કરી ચુકયા છે.જો કે કોંગ્રેસ પર રાહુલની સભામાં ભીડ એકત્રિત કરવાનો પડકાર રહેશે.
કોંગ્રેસ દ્વારા હાલમાં જોહેરસભાને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એ યાદ રહે કે કોંગ્રેસ વર્ષ ૧૯૭૧માં પાકિસ્તાનની સાથે યુધ્ધમાં ભારતની જીતની યાદમાં ઇન્દીરા પ્રિયદર્શની સૈન્ય સમ્માન સમારોહ આયોજીત કરી રહી છે. ૧૬ ડિસેમ્બરનો કાર્યક્રમ આ શ્રેણીની અંતિમિ કડી છે.પ્રદેશ પ્રભારી દેવેન્દ્ર યાદવે કહ્યું કે જોહેરસભાની તૈયારીઓ માટે આઠ ડિસેમ્બરે બેઠક યોજવામાં આવશે જેમાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત હાજર રહેશે.આ બેઠકમાં જોહેરસભાનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે પ્રદેશ પ્રભારી દેવેન્દ્ર યાદવે કહ્યું કે રાહુલજીની જોહેરસભાનો કાર્યક્રમ નક્કી થઇ ચુકયો છે ચોક્કસપણે આ જોહેરસભા એતિહાસિક રહેશે. વડાપ્રધાનની રેલી સત્તાની રેલી હતી જયારે કોંગ્રેસની જોહેરસભા જનતાની સભા છે.