પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે (૧૪ એપ્રિલ) ડા. ભીમ રાવ આંબેડકરની જન્મજયંતિ પર હરિયાણામાં અનેક વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ હિસારથી અયોધ્યા સુધીની વાણિજ્યિક ફ્લાઇટને લીલી ઝંડી આપી અને હિસાર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડીંગનો શિલાન્યાસ કર્યો. આ ઉપરાંત, પીએમ મોદીએ હરિયાણાની મુલાકાત દરમિયાન એક જાહેર સભાને પણ સંબોધિત કરી હતી.
‘સંકલ્પ કી ઉડાન’ કાર્યક્રમ હેઠળ, તેમણે હિસારથી અયોધ્યા સુધીની પ્રથમ ફ્લાઇટ સેવાને લીલી ઝંડી આપી. એવું કહેવામાં આવ્યું છે કે હિસારથી અયોધ્યાની ફ્લાઇટ અઠવાડિયામાં બે વાર ચલાવવામાં આવશે, જ્યારે જમ્મુ, અમદાવાદ, જયપુર અને ચંદીગઢ માટે અઠવાડિયામાં ત્રણ ફ્લાઇટ્‌સ હશે. પ્રધાનમંત્રી મોદીએ હિસાર એરપોર્ટ પર નવા ટર્મિનલનો શિલાન્યાસ પણ કર્યો.
આ પ્રસંગે હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ કહ્યું કે પીએમ મોદી, તમારી મુલાકાતથી અહીં વિકાસની લહેર છે. આજે ડા. બી.આર. આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ છે. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને રાજ્યના લોકોને અભિનંદન આપું છું. આ એક ઐતિહાસિક દિવસ છે જ્યારે હિસારના મહારાજા અગ્રસેન એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને અયોધ્યાની પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી આપવામાં આવી રહી છે.
પીએમ મોદીએ તેમના હરિયાણા પ્રવાસ વિશે ટીવટ કર્યું અને લખ્યું, ‘આંબેડકર જયંતિ હરિયાણાની વિકાસ યાત્રાને સમર્પિત કરવામાં આવશે. સવારે લગભગ ૧૦ઃ૧૫ વાગ્યે, હું હિસાર-અયોધ્યા વચ્ચેની વાણિજ્યિક ફ્લાઇટનું ઉદ્ઘાટન કરીશ અને એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનો શિલાન્યાસ કરીશ. બપોરે યમુનાનગરમાં ઘણા પ્રોજેક્ટ્‌સ સંબંધિત એક કાર્યક્રમ છે. દિવસ દરમિયાન, મોદી યમુનાનગરમાં દીનબંધુ છોટુ રામ થર્મલ પાવર પ્લાન્ટના ૮૦૦ મેગાવોટના આધુનિક થર્મલ પાવર યુનિટનો શિલાન્યાસ કરશે.પીએમ મોદી ભારતમાલા પ્રોજેક્ટ દ્વારા બનેલા ૧૪.૪ કિલોમીટર લાંબા રેવાડી બાયપાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. આ પ્રોજેક્ટ પર લગભગ ૧,૦૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.