ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. જ્યામ તેમનું ઝાઝરમાન સ્વાગત કરવામાં આવ્યું છે. જેઓ ગાંધીનગરમાં રોડ શો યોજી મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન, જળ સંસાધન, આરોગ્ય અને મહેસૂલ વિભાગ હેઠળના કાર્યક્રમમાં સહભાગી થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન, જળ સંસાધન, આરોગ્ય અને મહેસૂલ વિભાગ માટે ૫,૫૩૬ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ૧,૪૪૭ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન ૧,૩૪૭ કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં અમદાવાદ ખાતે ૧૦૦૦ કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. વડાપ્રધાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૦૦૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨૨,૦૦૦થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કર્યું.
મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાનએ રોડ અને બિÂલ્ડંગ વિભાગ હેઠળ ૧૭૦ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તો જળ સંસાધન વિભાગ હેઠળ ૧૮૬૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. વડાપ્રધાન ગાંધીનગર ખાતે યુ.એન. મહેતા ઇÂન્સ્ટટ્યૂટ આૅફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કર્યુ છે. તો અમદાવાદમાં ૫૮૮ કરોડના ખર્ચે ઓપીડી સાથે ૧૮૦૦ બેડ ધરાવતા આઇપીડી જેમાં ચેપી રોગ માટે ૫૦૦ બેડની સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું તેઓ ખાતમુહૂર્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૧૭ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૨૭૩૧ કરોડ અને ૧૪૯ મ્યુનિસિપાલિટીને ૫૬૯ કરોડના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ એ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ એક મુખ્ય પહેલ હતી. જેનો ઉદ્દેશ્ય આયોજિત માળખાગત સુવિધાઓ, બહેતર શાસન અને શહેરી રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરીને ગુજરાતના શહેરી લેન્ડસ્કેપને પરિવર્તન લાવવાનો હતો. શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ના ૨૦ વર્ષ પૂર્ણ થતાં, પ્રધાનમંત્રી ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫, ગુજરાતની શહેરી વિકાસ યોજના અને રાજ્ય સ્વચ્છ હવા કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે. તેઓ શહેરી વિકાસ, આરોગ્ય અને પાણી પુરવઠા સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેઓ પીએમએવાય હેઠળ ૨૨૦૦૦થી વધુ રહેણાંક એકમો પણ સમર્પિત કરશે. તેઓ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગુજરાતની શહેરી સ્થાનિક સંસ્થાઓને રૂ ૩૩૦૦ કરોડનું ભંડોળ પણ જાહેર કર્યું છે.









































