લોકશાહી ભારતીયો માટે માત્ર એક રાજકીય મોડેલ નથી પરંતુ તે આપણા માટે જીવન જીવવાનો માર્ગ છે,વડાપ્રધાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું છે. આ દરમિયાન, તેમના સંબોધનમાં,મોદીએ કહ્યું, ‘મને આ પ્રતિષ્ઠિત રેડ હાઉસમાં બોલનાર ભારતના પ્રથમ વડા પ્રધાન બનવાનો ગર્વ છે.’ તેમણે કહ્યું, ‘આ મહાન રાષ્ટ્રના લોકોએ બે નોંધપાત્ર મહિલા નેતાઓ – રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન – ચૂંટ્યા છે. તેઓ ગર્વથી પોતાને ભારતીય ડાયસ્પોરાની પુત્રીઓ કહે છે. તેઓ તેમના ભારતીય વારસા પર ગર્વ અનુભવે છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આપણા ભારતીયો માટે, લોકશાહી ફક્ત એક રાજકીય મોડેલ નથી, પરંતુ આપણા માટે તે જીવન જીવવાની એક રીત છે. આ સંસદમાં પણ, કેટલાક સભ્યો એવા છે જેમના પૂર્વજા ભારતના બિહાર રાજ્યમાંથી આવ્યા હતા, જે મહાજનપદો – પ્રાચીન પ્રજાસત્તાકોની ભૂમિ છે.’
ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રને સંબોધતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘મારે કહેવું જ જાઇએ કે ભારતીયો વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના સૌથી ઉત્સાહી ચાહકોમાંના એક છે. અમે તેમને પૂરા દિલથી ઉત્સાહિત કરીએ છીએ, સિવાય કે જ્યારે તેઓ ભારત સામે રમી રહ્યા હોય.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, ‘૧૮૦ વર્ષ પહેલાં, સમુદ્ર પાર કરીને લાંબી અને મુશ્કેલ મુસાફરી પછી આ ભૂમિ પર પ્રથમ ભારતીયો આવ્યા હતા. ભારતીય ધૂન કેરેબિયન લય સાથે સુંદર રીતે ભળી ગઈ હતી… રાજકારણથી કવિતા સુધી, ક્રિકેટથી વાણિજ્ય સુધી – તેઓ દરેક ક્ષેત્રમાં યોગદાન આપે છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આ ગૃહમાં આટલી બધી મહિલા સભ્યોને જાઈને મને ખૂબ આનંદ થયો. મહિલાઓ માટેનો આદર ભારતીય સંસ્કૃતિમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે. આપણા એક મહત્વપૂર્ણ પવિત્ર ગ્રંથ, સ્કંદ પુરાણમાં જણાવાયું છે કે એક દીકરી દસ દીકરા જેટલી ખુશી લાવે છે. આપણે આપણા આધુનિક ભારતનું નિર્માણ કરવા માટે મહિલાઓના હાથ મજબૂત કરી રહ્યા છીએ. અવકાશથી રમતગમત, સ્ટાર્ટઅપ્સથી વિજ્ઞાન, શિક્ષણથી ઉદ્યોગ, ઉડ્ડયનથી સશસ્ત્ર દળો – તેઓ ભારતને વિવિધ ક્ષેત્રોમાં એક નવા ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યા છે.’
સંસદમાં બોલતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે તેમણે સ્પીકરની ખુરશી પર લખેલા શબ્દો વાંચ્યા, ત્યારે તેઓ ભાવુક થઈ ગયા. જેના પર લખ્યું હતું, ‘ભારતના લોકો તરફથી ત્રિનિદાદ અને ટોબેગોના લોકો સુધી’. તેમણે કહ્યું કે સ્પીકરની ખુરશી ફક્ત ફર્નિચરનો ટુકડો નથી. તે બંને દેશો વચ્ચે મિત્રતા, વિશ્વાસ અને મજબૂત લોકશાહી બંધનોનું પ્રતિનિધિત્વ કરે છે. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું, ‘આ વાંચીને હું ભાવુક થયો, જે બંને દેશો વચ્ચેના વિશ્વાસ અને મિત્રતાના સંબંધને પ્રતિબિંબિત કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આપણા ભારતીયો માટે, લોકશાહી ફક્ત એક રાજકીય મોડેલ નથી પરંતુ આપણા માટે તે જીવન જીવવાની એક રીત છે. આ સંસદમાં પણ કેટલાક સભ્યો છે જેમના પૂર્વજા ભારતના બિહાર રાજ્યમાંથી આવ્યા હતા, જે મહાજનપદો – પ્રાચીન પ્રજાસત્તાકોની ભૂમિ છે.’
નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને એક નવું પરિમાણ આપ્યું છે. ભારત અને ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો હવે નવી ઊંચાઈઓને સ્પર્શવા માટે ઉત્સુક છે. આ માટે, બંને દેશોએ ૬ મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ભારત અને ત્રિનિદાદ અને ટોબેગોએ છ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર કર્યા જેથી માળખાગત સુવિધાઓ, દવા, સંસ્કૃતિ, રમતગમત અને ડિજિટલ સહયોગ જેવા ઘણા ક્ષેત્રોમાં સંબંધો મજબૂત બને. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સમકક્ષ કમલા પ્રસાદ બિસેસર વચ્ચે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો બાદ આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વડાપ્રધાન મોદી ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત પર છે. ૧૯૯૯ પછી ભારતીય વડા પ્રધાનની આ પહેલી મુલાકાત છે. વિદેશ મંત્રાલયે તેને “બંને દેશોના ખાસ સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા”નો ક્ષણ ગણાવ્યો. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ઘણી મોટી જાહેરાતોએ હવે સંબંધોને નવી ગતિ આપી છે. સંયુક્ત પ્રોજેક્ટ્સ ઃ ફાર્માકોપીયા, ઝડપી અસરવાળા પ્રોજેક્ટ્સ, રાજદ્વારી તાલીમમાં સહયોગ અને સાંસ્કૃતિક સહયોગ. ડિજિટલ સહયોગ ઃ યુપીઆઇસિસ્ટમમાં ભાગીદારી, ડિજિટલ પરિવર્તન અને ક્ષમતા નિર્માણ.
એ યાદ રહે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે આર્જેન્ટીનાની રાજધાની બ્યુનોસ આયર્સ પહોંચ્યા. ૫૭ વર્ષમાં ભારતીય વડાપ્રધાનની આર્જેન્ટીનાની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. એઝેઇઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ૨ દિવસની મુલાકાતમાં, તેઓ આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલી સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર
આભાર – નિહારીકા રવિયા ચર્ચા કરશે. આ પીએમ મોદીનો આર્જેન્ટીનાની બીજા પ્રવાસ છે. અગાઉ તેઓ ૨૦૧૮ માં ય્૨૦ સમિટ માટે અહીં આવ્યા હતા. આ વખતે તેમની મુલાકાત તેમના ૫ દેશોના પ્રવાસનો ત્રીજા પડાવ છે.







































