ધારી તાલુકાના મોણવેલ ગામે એક યુવકે એઇડ્‌સની બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઇ લેતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે જાહેર કર્યા મુજબ, તેમના પુત્રને એઇડ્‌સની બીમારી હતી. તેની પત્ની આજથી ત્રણેક વર્ષ પહેલા મરણ પામી હતી. જે બાદ તે મુંઝાયેલો રહેતો હતો અને ટેન્શનના કારણે જિંદગીથી કંટાળી જઈ પોતાની મેળે ઘરે ઠેલ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. ધારી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ ડી.એન.જોષી વધુ તપાસ કરી રહ્યા છે