કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ, સીજે ચાવડા અને અલ્પેશ ઠાકોરની મનની મનમાં રહી ગઈ. તેમના મંત્રીપદના અભરખા તો પૂરા ન થયા. પરંતું ગત વર્ષે કેસરિયો કરનારા અર્જુન મોઢવાડિયાને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો છે. અર્જુન મોઢવાડિયાના કેબિનેટ મંત્રી બનીને લીલી પેનથી સહી કરવાના સપના પૂરા થયા છે.મોઢવાડીયા પોરબંદરના ધારાસભ્ય છે મેર સમાજના મોટા નેતા અને ઓબીસી ચહેરો છે તેઓ મૂળ કોંગ્રેસી છે અને ૨૦૨૪માં ભાજપમાં જાડાયા હતાં અને પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત્યા હતાં. ૨૦૦૨માં પ્રથમ વખત કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા,૨૦૦૪થી ૨૦૦૭ સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા ૨૦૧૦-૨૦૧૨ સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહ્યાકોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને પેટાચૂંટણીમાં વિજય મેળવનાર અર્જુન મોઢવાડિયાનું નામ મોખરે છે. મોઢવાડિયા સૌરાષ્ટ્રના એક મોટા અને અનુભવી નેતા છે. ભાજપે તેમને મંત્રી પદ આપીને તેમના અનુભવનો લાભ લેવા અને સ્થાનિક રાજકીય સમીકરણો સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો. તાત્કાલિક પક્ષપલટો કર્યા બાદ જ મંત્રીપદ મળે તો તેને એક મોટો સંકેત માનવામાં આવ્યો છે.ભાજપ ૩૦ વર્ષથી ગુજરાતમાં સત્તામાં છે. બીજી તરફ, કોંગ્રેસ ૩૦ વર્ષોથી સત્તાથી દૂર છે. આવામાં કોંગ્રેસમાં રહીને મંત્રીપદ મળે એ અશક્્ય છે. ત્યારે અર્જુન મોઢવાડિયાનું લીલી પેનથી સહી કરવાનું સપનુ ભાજપમાં આવીને જ પૂરું થયુ છે. તો બીજી તરફ, સીજે ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના અરમાનો પૂરા ન થયા. તેમના મંત્રીપદના સપના મનમાં જ રહી ગયા. પણ મોઢવાડિયાને પક્ષપલટો ફળી ગયો તેમ કહી શકાય.









































