(એ.આર.એલ),જયપુર,તા.૨૧
રાજસ્થાનમાં સગીરાના યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મોડી રાત્રે જાધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યો હતો. ઘણા દિવસોથી તબિયત ખરાબ હતી.રાજસ્થાનમાં સગીરાના યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મોડી રાત્રે જાધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યો હતો. આસારામને ત્રણ દિવસ પહેલા છાતીમાં દુખાવો થયો હતો.
જે બાદ તેને હોસ્પટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તપાસ બાદ તેને પરત મોકલી દેવામાં આવ્યો હતો. ગુરુવારે રાત્રે લગભગ ૧ઃ૦૦ વાગ્યે તેમની તબિયત બગડતાં તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. આસારામના સ્વાસ્થ્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ એનિમિયાથી પીડિત છે અને તેમનું હિમોગ્લોબિન લેવલ ૮.૭ છે.તેના પેટમાં આંતરિક રક્તવ સહિતની સમસ્યાઓ માટે ડાક્ટર્સ તેની સારવાર કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક પ્રકારની તપાસ પણ કરવામાં આવી રહી છે. આસારામ સંસ્થાના સત્તાવાર હેન્ડલ પરથી લોકોને ભીડ ન કરવા વિનંતી કરવામાં આવી છે જેથી સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે.નોંધનીય છે કે ૨૧ માર્ચે રાજસ્થાન હાઈકોર્ટે યૌન ઉત્પીડનના આરોપમાં સજા કાપી રહેલા આસારામને પોલીસ સુરક્ષા હેઠળ જાધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પટલમાં ૧૦ દિવસ સુધી સારવાર કરાવવાની મંજૂરી આપી હતી. જે અંતર્ગત મહારાષ્ટથી આવેલા આયુર્વેદના નિષ્ણાત દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. જ્યારે આસારામે મહારાષ્ટના ખાપોલીમાં સારવાર માટે અરજી કરી હતી, ત્યારે મહારાષ્ટ પોલીસે સુરક્ષાના કારણોસર સારવારની પરવાનગી આપી ન હતી.
આસારામને સગીર વયના યૌન શોષણના આરોપમાં જાધપુર કોર્ટમાં કુદરતી જીવન સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જે મુજબ આસારામ મૃત્યુ સુધી જેલમાં જ રહેશે. આસારામ તરફથી જામીન અને પેરોલને લઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ડઝનબંધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તેમને ક્યાંયથી કોઈ રાહત મળી નથી.