ધોરાજીના મોટી મારડ ગામમાં રહેતા સામતભાઈ કળોતરાની બે દિવસ પહેલા હત્યા થતા તેમા સંડોવાયેલા ૧૦ લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો છે. મરનારના પુત્રએ નોંધાવેલ ફરિયાદ મુજબ, સામતભાઈ કળોતરા સરકારી ખરાબાની જગ્યામાં માલઢોર ચરાવવા નીકળેલ ત્યારે તેમના જ કુટુંબીજનોએ લાકડી, ધારીયુ, કુહાડી વડે મૃતકને આડેધડ માર માર્યો હતો અને આ બાજુ તારે માલઢોર ચરાવવા આવવુ નહિ તેમ કહી તેને મારવા લાગ્યા હતા. આ દરમ્યાન મારા કાકા તથા અન્ય કુટુંબીજનો ત્યાં આવી જતા મને અને મારા પિતાને બચાવવા જતા તેઓને પણ માર માર્યો હતો. ઘટના દરમ્યાન મારા પિતાને વધુ ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. ત્યાં ડોકટરે મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ૧૦ આરોપીઓ સામે પાટણવાવ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો છે.
જયારે સામાપક્ષે દેવાયત ગિગનભાઈએમૃતક સામતભાઈ કળોતરા અને અન્ય ૮ આરોપી સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.