વડિયાના મોટી કુંકાવાવમાં વાડીએ સર્પદંશથી ૭ વર્ષના બાળકનું મોત થયું હતું. બનાવ અંગે મૂળ દાહોદના ગડા ગામના અને હાલ મોટી કુંકાવાવમાં વિપુલભાઈ પરશોતમભાઈ દેસાઈની વાડીએ રહી મજૂરી કામ કરતાં અશ્વીનભાઈ રૂપાભાઈ ખાંટ (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, તેમના ૭ વર્ષીય પુત્રને વાડીએ સર્પે દંશ દેતાં સારવાર અર્થે ખસેડાયો હો. જ્યાં તેમનું મોત થયું હતું. વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ. કે. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.