મોટી કુંકાવાવ ગામે લોકી કેડેથી મધ્ય પ્રદેશના એક યુવક પાસેથી અંગ્રેજી દારૂની ૭ બોટલ ઝડપાઈ હતી. ચંદુભાઈ ઝીઝીયાભાઈ ભુરીયા (ઉ.વ.૪૧) પાસેથી પાસ-પરમિટ વગર પોતાના કબજામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એકસરખી ‘લંડન પ્રાઇડ પ્રીમિયમ વિસ્કી’ની કાચની રીંગપેક ૭ બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.૧,૧૯૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત, જિલ્લામાં અન્ય ૫ લોકો પાસેથી ૧૭ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો, જ્યારે અમરેલીના વરૂડી રોડ પર નદીકાંઠેથી દેશી દારૂની ભઠ્ઠી પણ ઝડપાઈ હતી. આ સિવાય જિલ્લામાં વિવિધ સ્થળોએથી ૧૧ લોકો કેફી પીણું પીને રખડતા-ફરતા મળી આવ્યા હતા.







































