મોટી કુંકાવાવ ગામે ફોર વ્હીલ લઈને પસાર થતાં યુવકને અટકાવી માથામાં પ્લાસ્ટિકનો પાઇપ મારવામાં આવ્યો હતો.
બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. નવી જીકાદ્રી ગામે રહેતા મહેશભાઈ ચંપુભાઈ વરૂ (ઉ.વ.૨૫)એ મોટી કુંકાવાવના વિક્રમભાઈ કાળુભાઈ ચાવડા, કાનજી ઉર્ફે કાનો ધીરૂભાઇ મોઢવાડીયા તથા કરમણભાઇ દાદભાઈ કુવાડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદો કુંકાવાવ ગામમાંથી ઘર તરફ જતા હતા ત્યારે ફોરવ્હીલ ઉભી રખાવી પોતાના હાથમાં રહેલ લોખંડના સળીયાના માથાના ભાગે બે ઘા માર્યા હતા. જે બાદ કરમણભાઇ દાદભાઇ કુંવાડીયા (ઉ.વ.૪૨)એ મયુરભાઈ ભીખુભાઈ તલસાણીયા રહે.મોટી કુંકાવાવ, મહેશભાઇ ચંપુભાઇ વરૂ રહે.નવી જીકાદ્રી તથા નિરવભાઈ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મિત્ર સાથે મયુરભાઈ તલસાણીયાને બોલાચાલી તથા ઝઘડો થયો હતો. તેનું મનદુઃખ રાખી ત્રણેય આરોપીઓએ તેમને ગાળો આપી હતી અને હાથમાં રહેલી છરીનો એક ઘા
જમણા હાથની કોણી પાસે મારી મુંઢ ઈજા પહોંચાડી હતી.
વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એલ.જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.