વડીયાના મોટી કુંકાવાવ ગામની સીમમાંથી પોલીસે ૬૬ બોટલ દારૂ ઝડપ્યો હતો. યોગીરાજ ભીખુભાઈ જેબલીયા (ઉ.વ.૨૫)ની વાડીમાંથી વીના પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૬૬ બોટલ દારૂ પકડાયો હતો. પોલીસે કુલ ૨૫,૧૫૬ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે. ખંભાળા ગામેથી ૭ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૩ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.