લોકસભા ચૂંટણીમાં દરેક મતદાર મતદાન કરે તે ઉદ્દેશથી કુંકાવાવ ખાતે ચૂંટણી પંચ દ્વારા રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શિક્ષણ, આરોગ્ય,icds,pgvcl તથા તા.પં. અને મામલતદાર કચેરી વડિયા, બીઆરસી, સીઆરસી સ્ટાફ, TPEO કચેરી, સરકારી પ્રાથમિક માધ્યમિક શાળાનાં તમામ શિક્ષકો સહિત વિવિધ વિભાગનાં સેંકડો કર્મચારીઓ રેલીમાં જોડાયાં હતાં. સુત્રોચાર સાથે રેલીએ મતદારોને જાગૃત કરી અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી. બસ સ્ટેન્ડ ઉપર રેલી જાહેરસભામાં ફેરવાઇ અને ત્યાં અવશ્ય મતદાન કરવા અને અન્યને મતદાન કરાવવા શપથ લેવડાવ્યાં હતા. સમગ્ર રેલીનું સંકલન, સંચાલન પૂર્વ બીઆરસી ઉદયભાઈ દેસાઈએ કર્યું હતું. સફળ આયોજન માટે તા.પં. ના પંકજભાઈ પુરબીયા તથા ભુતૈયાભાઈ પે સે.આચાર્ય ઢોલરિયા અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.