વિસામણ બાપુની જગ્યાના સંચાલક ભયલુબાપુએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકયો
કેમ્પમાં ર૭ દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા
ખોડલધામ સમિતિ તથા ખોડલધામ વિદ્યાર્થી સમિતિ – મોટી કુંકાવાવ, ગૌસેવા ધૂન મંડળ – મોટી કુંકાવાવ દ્વારા આયોજિત, સારહી યુથ ક્લબ ઓફ અમરેલીનાં ૨૫ વર્ષ પૂર્ણ થતાં સેવા વર્ષની ઉજવણીનાં ભાગરૂપે સારહી યુથ કલબ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી યોજાયો હતો. જેમાં ૨૮૧ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૨૭ દર્દીને મોતિયાનાં, ૩ દર્દીને વેલનાં ઓપરેશન કરવા મોકલવામાં આવ્યા હતા.૫૪ દર્દીને આંખના નંબરના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું દીપ પ્રાગટ્ય વિસમાણ બાપુની જગ્યાના સંચાલક ભયલુબાપુના હસ્તે કરવામાં આવ્યું હતુ. ભયલુબાપુએ આ સેવાકાર્ય બદલ આર્શીવચન પાઠવ્યા હતા. આ નેત્ર નિદાન કેમ્પમાં સારહિ યુથ ક્લબના કાર્યકારી પ્રમુખ સુરેશભાઈ શેખવા, ગોપાલભાઈ અંટાળા વસંતભાઈ સોરઠીયા,રાજેશભાઈ સુખડીયા,યોગેશભાઈ દવે, કૌશિકભાઈ પાનસુરીયા, ઉમેશભાઈ ચોવટીયા, યશ બાબરીયા, ધ્રુવેશ ડોબરીયા, દર્શન કુનડીયા, મનીષભાઈ જોબનપુત્રા, અશોકભાઈ માંથુકિયા, મુનાભાઈ દવે, લાલજીભાઈ ઠુંમર, પ્રશાંતભાઈ સોજીત્રા સહિતના સેવાભાવિ આગેવાનો હાજર રહ્યાં હતા. આ કેમ્પમાં સુદર્શન નેત્રાલયના ડોકટરોએ સેવા આપી હતી.