મોટી કુંકાવાવમાં આવેલી અપાસરા શેરીમાં ફાયર સેફટી એનઓસી વગર મોબાઈલ ટાવર ધમધમતા હોવાથી ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા મોબાઈલ ટાવરનું સંચાલન કરતી કંપનીને પાંચ વાર નોટીસ આપ્યા બાદ કંપનીના સંચાલકો આ નોટીસને પણ ઘોળીને પી ગયા છે. મોબાઈલ ટાવર પાસે બિનજરૂરી કચરો તેમજ ઘાસ વધારે હોય અને મચ્છરોનો ઉપદ્રવ થતો હોવાથી મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ બંને ટાવરોના સતત ઘોંઘાટથી આ વિસ્તારના લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે ત્યારે આ ટાવરો તેમજ અહીં જમા થતો કચરો તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે તેવી ગ્રામજનોમાંથી માંગ ઉઠવા પામી છે.