વડીયાના મોટી કુંકાવાવમાં રહેતા એક યુવકે કામધંધા માટે લોન લીધી હતી. જોકે લોનના હપ્તા ભરી શકતા નહોતા, જેના કારણે ફાયનાન્સરની ઉઘરાણીથી કંટાળીને ઘઉંમાં નાખવાનો ઝેરી દવાનો પાવડર પીધો હતો. બનાવ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, યુવકે છેલ્લા બે વર્ષની અંદર જુદી-જુદી ફાઇનાન્સ કંપની તથા બેંકમાંથી કામધંધા માટે આશરે રૂ.૧૫,૫૦,૦૦૦ ની પોતાના રહેણાંક મકાન પર લોન લીધી હતી. તે લોનના પૈસા પોતે ભરપાઇ કરી શકે તેમ ન હોય અને હાલમાં કામ ધંધો બરાબર ચાલતો નહોતો અને બેંક તથા ફાઇનાન્સ વાળા લોનના હપ્તા ભરી દેવા દબાણ કરતા હતા. તેઓ આ લોનના હપ્તા ભરી શકે તેમ ન હોવાથી પોતાની જીંદગીથી કંટાળી જઇ ઘઉંમાં નાખવાનો ઝેરી દવાનો પાઉડર પી લેતા સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ કે. એમ. વાઢેર વધુ તપાસ કરી રહ્યા છે.