વડીયાના મોટી કુંકાવાવમાં રહેતા એક પુરુષે વોશિંગ મશીન ખરીદ્યું હતું અને ૨૦ દિવસથી બંધ થઈ ગયું હતું. જેને લઈ ફોન કરતાં સારું નહોતું લાગ્યું અને મને રાત્રે ક્યારેય ફોન કરવો નહીં તેમ કહી ગાળો આપી હતી. બનાવ અંગે જીતેન્દ્રભાઈ દોલતરાય દવે (ઉ.વ.૪૮)એ કેતનભાઈ કાન્તીભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, ત્રણેક વર્ષ પહેલા આરોપી પાસેથી વોશિંગ મશીન ખરીદ્યું હતું. જે છેલ્લા ૨૦ દિવસથી બંધ પડ્યું હતું. તેને રિપેર કરવા આરોપીને અવારનવાર ફોન કરતાં તેણે આવીને મને રાત્રે ક્યારેય ફોન કરવો નહીં તેમ કહી ઉશ્કેરાઈ ગાળો આપી, થેલામાં રહેલું ડીસમીસ કાઢી માર્યુ હતું. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એમ. વાઢેર વધુ તપાસ કરી રહ્યા છે.