વડીયાના મોટી કુંકાવાવમાં ભાઈને ગાળો આપવાની ના પાડતા ધમકી આપી હતી. પાણીનો ટાંકો બનાવવા મુદ્દે મનદુઃખ થયું હતું. આ અંગે કિશોરભાઈ જીવરાજભાઈ ધાધલ (ઉ.વ.૫૦)એ યોગેશભાઈ ભીખાભાઈ ધાધલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના ભાઈ ભરતભાઇ ધાધલ તથા આરોપી યોગેશભાઇ ધાધલ બન્નેએ અગાઉ પાણીનો ટાંકો બનાવવાનું કામ ભાગમાં રહેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી આરોપી તેના ભાઇને ગાળો આપતા હતા. જેથી તેમણે વચ્ચે પડી ગાળો દેવાની ના પાડતા લોખંડનો પાઇપ લઇ મારવા દોડ્‌યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.