મોટી કુંકાવાવમાં રહેતો કાનજી ઉર્ફે કાનો ધીરૂભાઈ મોઢવાડીયા (ઉ.વ.૨૩) તેના રહેણાંક મકાનેથી પાસ પરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૫ બોટલ સાથે ઝડપાયો હતો. પોલીસે કુલ ૩૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. શેડુભાર, દામનગર અને સાવરકુંડલામાંથી એક-એક ઇસમ મળી કુલ ત્રણ લોકો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.