તાજેતરમાં જી.પી.એસ.સી.દ્વારા લેવાયેલી રેડીયોલોજીસ્ટ સ્પેશ્યાલીસ્ટ કલાસ-૧ ની પરીક્ષામાં કુંકાવાવના વતની ડો.હિરલબેન કિશોરભાઈ પાનસુરીયાએ રેન્ક-૧ મેળવી પ્રથમ ક્રમાંકે પાસ કરેલ છે. હિરલબેન જીપીએસસી પરીક્ષામાં પાસ થતા અમરેલી જિલ્લાનું ગૌરવ વધ્યુ છે સાથોસાથ મોટી કુંકાવાવ ગામ પણ ગૌરવ અનુભવે છે. ડો. હિરલબેન પર પરિવારજનોએ શુભેચ્છાઓનો ધોધ વહાવ્યો છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.