શ્રી એન.એમ. શેઠ કુમાર વિદ્યાલય-મોટી કુંકાવાવ ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ કર્મચારીઓ, વિદ્યાર્થીઓએ યોગાસનો કર્યા હતા. આ કાર્યક્રમ શાળાના આચાર્ય મેહુલભાઇ સુખડીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. મધુબેન ચુડાસમા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.