મોટી કુંકાવાવના નાજાપુર ગામે લોખંડનો વીજપોલ પડુંપડું હાલતમાં હોય, અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ સતત ભય અનુભવી રહ્યા છે. પરંતુ વીજતંત્ર દ્વારા વીજપોલ અંગે કોઇ દરકાર લેવામાં નથી આવી રહી.
નાજાપુરમાં છેલ્લા ઘણા સમયથી વીજપોલ આડા પડી ગયા છે પરંતુ વીજતંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ ગામના યુવા આગેવાન કૌશિકભાઇ પાનસુરીયાએ પીજીવીસીએલ ઓફિસમાં વીજપોલ અંગે અરજી આપી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી રહી. ત્યારે વીજતંત્ર કોઇનો જીવ જાય તેની રાહ જુએ છે? અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની? તેવો સવાલ ગ્રામજનોમાં પુછાઇ રહ્યો છે.