તાજેતરમાં, તારીખ ૨૪મીના રોજ કચ્છના જાણીતા મોટીવેશનલ સ્પીકર અને લેખક ડો. ભાણજી સોમૈયાએ બગસરાની મેઘાણી હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી. શિક્ષણ, પર્યાવરણ અને સદાચાર જેવા વિષયો પર અનેક પુસ્તકો લખી સમાજને માર્ગદર્શન આપનાર ડો. સોમૈયાનું શાળાના આચાર્ય જેઠવા અને શિક્ષક સ્નેહી પરમારે પુસ્તક આપીને સ્વાગત કર્યું હતું. ડો. ભાણજી સોમૈયાએ જણાવ્યું હતું કે, “નગરપાલિકા દ્વારા સંચાલિત હોવા છતાં, સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે આટલા સારા પરિણામો લાવતી શાળા જોઈને મને ખરેખર આનંદ થયો છે.” તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે શાળા ફરી શરૂ થશે, ત્યારે હું વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરવા માટે ચોક્કસપણે આ શાળાની ફરી મુલાકાત લઈશ.” તેમની આ મુલાકાત શાળા પરિવાર અને ઉપસ્થિત સૌ માટે પ્રેરણાદાયી બની રહી હતી.








































