ખાંભાના મોટા સમઢીયાળા ગામે રહેતી એક પરિણીતાને તેના સગા સંબંધીએ જમીનમાં ભાગ ન આપવા મુદ્દે ગાળો આપી, મૂઢમાર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેનાથી ફફડી ઉઠેલી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દયાબેન કલ્યાણભાઈ બારડ (ઉ.વ.૩૫)એ દિલીપભાઈ કનુભાઈ બારડ, ભાવેશભાઈ જાદવભાઈ પરમાર તથા રેખાબેન દિલીપભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, દયાબેન તથા આરોપીઓ સગા સંબંધી થતા હતા અને જમીન ત્રણ વીઘા ભેગી હતી. જે જમીનનો ભાગ દિલીપભાઈ બારડ દયાબેનને આપવા માંગતા નહોતા. જેનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમને ગાળો આપી હતી તેમજ ભાવેશભાઈ તથા રેખાબેને મૂઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.