ભારતીય રાષ્ટ્રીય સંઘના દિશા નિર્દેશો અનુસાર અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા જિલ્લામાં તા.૧૪/૧૧થી ૨૦/૧૧/૨૦૨૫ સુધી ચાલનાર ૭૨મા અખિલ ભારતીય સહકાર સપ્તાહ અંતર્ગત જિલ્લા સહકારી સંઘ અને શ્રી લીલીયા ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સંઘના અધ્યક્ષ મનીષભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં મોટા લીલીયા ખાતે તા.૧૭/૧૧/ના રોજ ‘ભારતની સહકારી પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય સહકારી નીતિ આર્થિક અને માળખાગત રોડમેપ બની રહેશે’ વિષય વસ્તુ પર સહકારી સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે જિલ્લા ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ જયંતીભાઈ પાનસુરીયા, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લી.ના ઉપાધ્યક્ષ અરુણભાઈ પટેલ, સંઘના ઉપાધ્યક્ષ હરજીભાઈ નારોલા, યુવા સમિતિના ડાયરેક્ટર રાજભાઈ જાની, રવિભાઈ પંડ્યા, સંઘના એક્ઝીક્યુટીવ ઓફિસર ભાર્ગવભાઈ ત્રિવેદી, સહકારી અગ્રણીઓ અને સભાસદો હાજર રહ્યા હતા.








































