મોટા લીલીયા ખાતે સતત છેલ્લા ૨૭ વર્ષથી બાજખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના તણસોલીયા દવે પરિવારના કુળદેવી શ્રી તુળજા ભવાની માતાજીનો યજ્ઞ ધામધૂમથી ઉજવાય છે. આ વર્ષે પણ પરંપરા મુજબ ૨૮મા વાર્ષિક યજ્ઞનું આયોજન તા.૨૬/૧૦ /૨૦૨૫ (લાભ પાંચમ) ના દિવસે રવિવારે મોટા લીલીયા મુકામે યોજાશે. તણસોલીયા દવે પરિવારના કુટુંબીજનોને આ યજ્ઞમાં ઉપસ્થિત રહેવા શ્રી તુળજા ભવાની સેવા સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે કેતન દવે (માહિતી કચેરી, રાજકોટ) નો ૯૮૯૮૦ ૪૫૭૩૦ પર સંપર્ક કરવા પ્રવીણ દવેની યાદીમાં જણાવાયું છે.