જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાની ઉપસ્થિતિમાં આજે લીલીયા મોટા ખાતે અટલ બિહારી બાજપેયીજીની ૯૭મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે સુશાસન સપ્તાહ અંતર્ગત ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઇ દુધાત, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી, લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમભાઇ વિંછીયા, લીલીયા પટેલ સમાજ પ્રમુખ કાંતિભાઇ શિંગાળા, તાલુકા પંચાયત સભ્ય ઘનશ્યામભાઇ મેઘાણી, પૂર્વ મહામંત્રી હસુભાઇ હપાણી, યુવા ભાજપ મહામંત્રી વિપુલભાઇ પાડા, કિસાન મોરચાના મહામંત્રી ભરતભાઇ શેલડીયા, મહિલા મોરચાના અગ્રણી સરલાબેન દવે, બાલાભાઇ ભરવાડ, સરપંચ વાઘણીયા તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.