રાજકોટના શાપર વેરાવળમાં રહેતા દિપકભાઈ ગોગનભાઈ પરમાર (ઉ.વ.૩૯)એ મોટા લીલીયામાં રહેતા જમાઈ અભિષેકભાઈ મહેશભાઈ કાનાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની દીકરી સરોજબેનને તેમના સાસરિયાના ઘર લીલીયા મોટા ગામેથી તેમના પીયર શાપર વેરાવળ ગામે ભીમ અગિયારસનો તહેવાર કરવા જવુ હતું.
પરંતુ તેમના પતિ અભિષેકભાઇ મહેશભાઇ કાનાણી ઘરે જવા દેવા માંગતા નહોતા અને મરી જવાનું કહેતા હતા.
જેથી તેમની પુત્રીએ લીલીયા પોતાના રહેણાંક મકાને પોતાની મેળે રૂમની છતમાં લગાવેલ પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા મરણ પામી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.આર.ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.