બગસરા તાલુકાના ઘણા ગામોમાં આવી રીતે લગ્ન નોંધાતા હોવાની ચર્ચાઓ
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે લગ્ન નોંધણીનું મસ મોટું કૌભાંડ બહાર આવ્યા બાદ સરપંચ દ્વારા પણ બીજા અનેક ખુલાસા કરવામાં આવ્યા છે. અને સરપંચ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં એ.સી.બી. સહિત ઉચ્ચકક્ષાની તપાસની માંગ કરવામાં આવી છે. મળેલ વિગતો મુજબ બગસરા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં એક વર્ષમાં ૩૮૧ લગ્ન નોંધવામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા રેકર્ડની વિગતો સાથે લઈ જઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન મોટા મુંજીયાસરના આ લગ્ન નોંધણી કૌભાંડમાં વર્ષ ર૦ર૦માં એ.સી.બી. સહિત ઉચ્ચ કક્ષાની તપાસની માંગ કરવામાં આવી હતી. કોરોના કાળમાં જ્યારે લોકોને ઘર બહાર નીકળવા માટે પણ પરવાનગી આપવામાં આવતી ન હતી તેવા સમયે પણ મોટા મુંજીયાસર ગામમાં અન્ય એક તલાટી મંત્રી દ્વારા પણ ૫૦૦ જેટલા લગ્નની નોંધણી કરી મોટી કટકી કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. મોટા મુંજીયાસર ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલ લગ્ન નોંધણીની તપાસ કરવામાં આવે તો કરોડોના કૌંભાંડમાં અનેક તલાટીઓ ઘરભેગા થઈ જાય તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કૌભાંડની વિગતો બહાર આવતા ખોટી રીતે લગ્ન કરેલ વ્યક્તિઓ પણ દોડધામ કરવા લાગ્યા છે. મોટા મુંજીયાસર ખાતે આવેલ ખોડીયાર મંદિરમાં લવ જેહાદના કિસ્સાઓને પણ લાભ આપવામાં આવતો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
સમગ્ર ઘટનાની ગંભીરતા સમજી તંત્ર દ્વારા એક તપાસ ટીમ મોટા મુંજીયાસર ગામે બે દિવસ પહેલા મોકલવામાં આવી હતી. જેમણે પોતાનો પ્રાથમિક અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને સોંપી દીધેલ છે. આગળની કાર્યવાહી અંગે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવશે તેવું જાણવા મળેલ છે.
ગામલોકો પાસેથી જાણવા મળેલ માહિતી પ્રમાણે લગ્ન નોંધણીમાં વ્યવÂસ્થત રીતે ટોળકી કામ કરતી હતી અને નોંધણી કરાયેલ લગ્નમાં મોટાભાગના લગ્ન રાજકોટ જિલ્લાના હોવાનું તથા બગસરા તાલુકાના ઘણા ગામોમાં પણ આવી રીતે લગ્ન નોંધણી કરાવાતી હોવાનું જાણવા મળેલ છે. જા યોગ્ય રીતે આ બાબતની તપાસ કરવામાં આવે તો મોટા માથાઓના નામ ખુલી શકે તેમ છે.
ભૂતકાળમાં ચોટીલાના ધારાસભ્ય ઋત્વીક મકવાણાના ધ્યાનમાં આ બાબત આવતા તેમણે પણ આ બાબતે તપાસની માંગ કરી હતી. જે તે સમયે જેની તપાસ પણ થયેલી હતી. આ અંગે સંજાગ ન્યૂઝ સાથે વાતચીત કરતાં ઋત્વીક મકવાણાએ જણાવ્યું હતું કે, જે તે સમયે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાંથી મુંજીયાસર ગામે લગ્ન નોંધણી થતી હોવાની ફરિયાદ મને મળી હતી અને આ બાબતની રજૂઆત મેં વિધાનસભાગૃહમાં કરી હતી.